ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલક સૂરિ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તિલક(સૂરિ)-૨ [ઈ.૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨[ર.ર.દ.]