ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવશીલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવશીલ [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષસૂરિની પરંપરમાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦/૮૨૨ કડીની ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, બીજો શ્રાવણ વદ ૯, રવિવાર; * મુ.)ના કર્તા. કૃતિ : * વેતાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]