ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધીરવિજ્ય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિજ્ય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચાકુમારનાં માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજ્યને નામે પણ મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાતપાણીનું પ્રભાતિયું’ (મુ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.);  ૪. ફાત્રૈસમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬ - ‘દીપવિજ્યજીનાં બે કાવ્ય’, સં. બેચરદાસ જી. દોશી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]