ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભુરામ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રભુરામ-૧ [ઈ.૧૭૭૮માં હયાત] : બ્રાહ્મણકવિ. સહેરાગામના વતની. તેમની ૨૫ કડીની ‘રામવિવાહના શલોકા’ (મુ.) અને ૭૦ કડીની ‘કળિયુગનો છંદ’ (ર.ઈ.૧૭૭૮; મુ.) કૃતિઓ મળે છે. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૫;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [કી.જો.]