ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બખશાજી
બખશાજી [જ. ઈ.૧૪૮૪ આસપાસ] : ઇસરદાસના શિષ્ય. પત્ની ગેંદાબાઈ, પુત્ર દેવનાથ, જે પછીથી તેમના શિષ્ય બને છે. બખશાજીની રચેલી આરતી, ભજન (૫ મુ.) વગેરે કૃતિઓ મળે છે. કવિની કેટલીક રચનાઓ સંપૂર્ણ હિંદીમાં છે તો કેટલીકમાં હિંદીની છાંટ વર્તાય છે. કૃતિ : ભજનચિંતામણી; ભગતશ્રી કાળુજીકૃત, ઈ.૧૯૩૬ (+સં.).[કી.જો.]