ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભદ્રસેન મુનિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભદ્રસેન(મુનિ) [ઈ.૧૭મી સદી] : જૈન. ગુજરાતી-હિન્દીમાં ૨૦૩/૨૦૫ કડીના ‘ચંદન-મલયાગિરિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૧૯ આસપાસ/ઈ.૧૬૬૩; મુ.)ના કર્તા. ખરતરગચ્છના જિનરાજસૂરિએ ઈ.૧૬૧૯માં પ્રતિષ્ઠા કરેલા પ્રતિમાલેખમાં ભદ્રસેન વાચકનો ઉલ્લેખ આવે છે તે આ હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે. કૃતિ : આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (ગુજરાતી વિભાગ), સં. રસિકલાલ છો. પરીખ અને અન્ય, ઈ.૧૯૪૪-‘ચંદનમલયાગિરિ ચોપાઈ’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. ડિકૅટલૉગબીજે : ૧૯(૨); ૮. ડિકૅટલૉગભાવિ.[ગી.મુ.]