ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવરત્ન-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાવરત્ન-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં રત્નભૂષણના શિષ્ય. ‘કનકશ્રેષ્ઠીનો રાસ’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, બીજો આસો વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]