ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિચંદ્ર
મણિચંદ્ર : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]