ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળજી-૨
મૂળજી-૨ [ ] : ‘દરુજી/કીદરુજીસુત મૂળજી’ એવી નામછાપવાળા ૭ કડીના જ્ઞાનબોધના રૂપકાત્મક ૧ પદ (મુ.)ના કર્તા. કોઈ રૂદરજીસુતનાં વેદાન્તનાં પદની હસ્તપ્રત ગુજરાતી પ્રેસમાં હોવાનો ઉલ્લેખ મળે છે, તે આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ; ૪. ગૂહાયાદી. [ર.સો.]