ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોકમ-મોહોકમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મોકમ/મોહોકમ [                ] : દુહા અને છપ્પામાં આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ/લક્ષ્મી-પાર્વતી-સંવાદ’(મુ.)ના કર્તા. ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ : ૨’ પ્રસ્તુત કૃતિની ર.ઈ.૧૭૯૨ નોંધે છે, પરંતુ મુદ્રિત કૃતિમાં ક્યાંય તે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂરચંદ મુ. શા. ઈ.૧૮૭૮; ૨. નકાસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી.[કી.જો.]