ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરત્નશિષ્ય લક્ષ્મીરત્ન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીરત્નશિષ્ય/લક્ષ્મીરત્ન [ ] : તપગચ્છના જૈન સાધુ જયકલ્યાણની પરંપરામાં વિમલસોમસૂરિ લક્ષ્મીરત્નસૂરિના શિષ્ય. ૬૮/૬૪ કડીના ‘સુરપ્રિયકુમાર-રાસ/સુરપ્રિયઋષિ-સઝાય’ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિઓ પરથી એના કર્તા લક્ષ્મીરત્ન હોય એવા અર્થ પણ લઈ શકાય અને ઘણી જગ્યાએ એ લક્ષ્મીરત્નને નામે નોંધાઈ પણ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ: ૧, ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]