ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિસાગર-૨
લબ્ધિસાગર-૨ [ઈ.૧૭૧૪માં હયાત] : ખરતરગચ્છની માણિક શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જયનંદનના શિષ્ય. ‘ધ્વજભુજંગકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, આાસો વદ ૫, શનિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]