ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાધાજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાધાજી [ઈ.૧૮૨૩માં હયાત] : અષ્ટકોટીય બૃહદ્ પક્ષના જૈન સાધુ. તલકસિંહના શિષ્ય. દુહાબદ્ધ ૩૦૧કડી અને ૧૫ ઢાળના મુનિદાનનો મહિમા કરતા ‘ભીમસેન રાજાનો રાસ’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, બીજો આસો વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : રત્નસારનો રાસ, ભીમસેન રાજાનો રાસ અને શ્રી જિતારી રાજાનો રાસ, પ્ર. કારૂભાઈ દેવજી વગેરે, સં. ૧૯૯૬(+સં.). [કી.જો.]