ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલકુશલ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાલકુશલ : આ નામે સિદ્ધસેન દિવાકરના મૂળ સંસ્કૃતમાં રચાયેલ ૪૪ કડીના ‘કલ્યાણ-મંદિર-સ્તોત્ર’ના સ્તબક અડિયલ, હાટકી, રુડિલ વગેરે છંદોમાં બદ્ધ ૨૧ કડીનો ‘મણિભદ્રજીનો છંદ’(મુ.), ૫ કડીની ‘મંગલમાલિકા’ (લે.સં.૧૮મી સદી), વિજ્યસિંહસૂરિની હયાતી (ઈ.૧૬૦૮-ઈ.૧૬૫૩)માં રચાયેલ ‘વિજ્યદેવસૂરિ સ્વાધ્યાયત્રિક’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘વિજ્યસિંહસૂરિ-સઝાયયુગલ’ (૫ કડીની મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા લાલકુશલ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગરપ્રેસ, સં. ૧૯૪૦.[શ્ર.ત્રિ.]