ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છ ભંડારી-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વચ્છ(ભંડારી)-૧ [ઈ.૧૪૧૫માં હયાત] : જૈન શ્રાવક. માંગરોળના પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ (દેપાલકૃત ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત મુ.), ૭ કડીના ‘નવકાર-ગીત/ સઝાય’(મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ’ (ર.ઈ.૧૪૧૫/સં.૧૪૭૧, કારતક-)ના કર્તા. કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧ (ચોથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભા.વૈ.]