ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવિજ્ય
શ્રીવિજ્ય [ ] : જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠ-બોલગર્ભિતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. તપગચ્છના રામવિજ્યના શિષ્ય શ્રીવિજ્યગણિ જેમણે ઈ.૧૫૩૭માં રઘુવંશ પર ટીકા લખી એ જ કવિ આ હોય તો તેમનો સમય ઈ.સ.ની ૧૬મી સદીનો પૂર્વાર્ધ થાય. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]