ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સુદામાપુરી’
‘સુદામાપુરી’ [ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧ માગશર સુદ ૧૫] : અગિયારશે આરંભાઈ પૂનમે પૂરી થયેલી ૧૦ કડવાંની આ કૃતિ કૂંઅરદાસ(?)ને નામે મુકાયેલી છે તેમ જ એના કર્તા નાકર હોવાની સંભાવના પણ થયેલી છે. પરંતુ કાવ્યની છેલ્લી પંક્તિ “રાએએ કવીસ વીપ્ર એમ બે(બો)લ્યા કીજે જન ક(કે)રું દાસો રે” એમ મળે છે તેથી પોતાને ‘કવીસ’ ગણાવતા કોઈ અજ્ઞાત વિપ્ર કવિની કૃતિ હોય એમ સમજાય છે.[જ.કો.]