ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતીતપ્રીતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અતીતપ્રીતિ(Retrophilia) : વારંવાર પોતાના ભૂતકાળ તરફ પાછા ફરવાની રુગ્ણવૃત્તિ સાથે આને સંબંધ છે. ક્યારેક અતીતપ્રીતિ અભિગ્રહ બનીને લેખનમાં પ્રેરકબળ પણ બની રહે છે. ઘણીખરી કૃતિઓમાં વત્તેઓછે અંશે અતીતપ્રીતિના અણસાર જોવા મળશે. ચં.ટો.