ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અત્યુક્તિ
અત્યુક્તિ : સંસ્કૃત અલંકાર. વર્ણનીય વ્યક્તિના શૌર્ય, ઔદાર્ય વગેરે ગુણોનું એટલું તો વધારીને વર્ણન કરવામાં આવે કે તથ્ય અતથ્ય બની જાય પણ અદ્ભુત લાગે. જેમકે ‘હે રાજન, આપના પ્રતાપના અગ્નિથી સાત સમુદ્રો શોષાઈ ગયા પરંતુ આપના વેરીઓની સ્ત્રીઓની અશ્રુધારાથી એ ફરી પૂર્ણ થયા.’
જ.દ.