ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનિર્ગમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનિર્ગમ(Aporia) : વિરચનવાદમાં અર્થઘટનની દુસ્તરતા અંગે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીક ભાષામાં એનો અર્થ છે : ‘બહાર જવા કોઈ રસ્તો ન રહેવો.’ વિરચનવાદમાં સંકેતોની પાર જવા અસમર્થ અને ભાષામાં નિબદ્ધ એવો અર્થઘટનકાર વ્યતિરેક અને વ્યાક્ષેપના અનધિશેષ અનિયતવ્યાપારનો સામનો કરે છે. ચં.ટો.