ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુસારિકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનુસારિકા(After piece) : મુખ્ય નાટકને અંતે ભજવાતું અને તે નાટક સાથે વસ્તુગત અનુસંધાન ન ધરાવતું નાનું નાટક. જૂના સમયમાં જ્યારે એકસાથે એકથી વધુ નાટકો ભજવાતાં ત્યારે એક નાટકના અંતે આવું નાનું નાટક (playlet) અનુસારિકા તરીકે ભજવાતું. આ જ રીતે મુખ્ય નાટક પહેલાં ભજવાતું નાનું નાટક પ્રારંભિકા (Curtain raiser) કહેવાય છે. પ.ના.