ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અન્વયાન્તર
અન્વયાન્તર(Paraphrase) : અન્વયાન્તરનો મૂળ ગ્રીક અર્થ છે, બીજા શબ્દોમાં કહેવું, અર્થનું બીજા શબ્દોમાં પાઠાન્તર કરવું, પાઠભેદ આપવો. અન્વયાન્તર સાથે મૂળને વિસ્તારવાનો અર્થ પણ સંકળાયેલો છે. આમ તો કાવ્યક્ષેત્રે અન્વયાન્તરનો જે રૂઢ અર્થ છે તે વિવેચકોમાં માન્ય નથી. એક સ્પષ્ટ માન્યતા છે કે કાવ્યપંક્તિ કે કાવ્યનું અન્વયાન્તર સંભવિત નથી.
ચં.ટો.