ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિયોનીકરણ
અભિયોનીકરણ(Invagination) : દેરિદાના વિશ્લેષણમાં આંતર અને બાહ્યના સંકુલ સંબંધને માટે આ સંજ્ઞાનો ઉપયોગ થયો છે. યોનિ, જઠર, આંતરડાં, જેને આપણે શરીરનાં આંતરિક અવકાશો અને સ્થળો માનીએ છીએ એ ખરેખર તો અંદર સંકેલેલી બાહ્યતાના કોષો છે, આધારો છે. બાહ્ય પરિગત પોતાને અંદર સંકેલી કલાકૃતિનાં આંતરતત્ત્વ તરીકે કાર્ય કરે છે. એનાથી ઊલટું કલાકૃતિની બહાર સંકેલાઈને કલાકૃતિના કેન્દ્રસ્થ ભાગ કે અંતરતમ ભાગ તરીકેની કામગીરી બજાવે છે.
ચં.ટો.