ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થઘટનપરક ચક્ર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અર્થઘટનપરક ચક્ર (Hermeneutical circle) : રંગદર્શી અર્થઘટનશાસ્ત્રના પ્રણેતા ફીડરિક સ્લાયરમાખરે(૧૭૬૮-૧૮૩૪) દર્શાવ્યું છે કે કોઈપણ વાચકનું પ્રમુખ કાર્ય ‘સમભાવ’ને સિદ્ધ કરવાનું છે. એટલેકે સર્જક અર્થપરત્વેની જે મનોઘટનામાંથી પસાર થયો હોય તેનો વાચકે બરાબર પુનરર્નુભવ કરવાનો છે. સ્લાયરમાખરની આ પ્રક્રિયાને ડિલ્ટીએ ‘અર્થઘટનપરક ચક્ર’ તરીકે ઓળખાવી છે. આમ અંત :ક્ષેપના કાર્યથી અને ઐતિહાસિક પુનર્રચનાથી કૃતિ અને ભાવકને જુદા રાખતા ઐતિહાસિક અવકાશને અતિક્રમી શકાય છે. ચં.ટો.