ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલ્પ
અલ્પ : વિરોધમૂલક અલંકાર. અપ્પય દીક્ષિતના મતાનુસાર સૂક્ષ્મ આધેય કરતાં પણ જ્યારે આધારની વધુ સૂક્ષ્મતાનું વર્ણન કરવામાં આવે ત્યારે અલ્પ અલંકાર બને છે. જેમકે ‘‘હે સુંદરી! મણિમાળાની બનેલી વીંટી તારા હાથમાં જપમાળા બની જાય છે.’’ અહીં આધેયરૂપ વીંટી કરતાં પણ નાયિકાના હાથરૂપી આધાર વધારે કૃશ છે એમ જણાવવામાં આવ્યું છે માટે અલ્પ અલંકાર છે.
જ.દ.