ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આખ્યાયિકા
આખ્યાયિકા : સંસ્કૃત આચાર્યોએ ગદ્યકાવ્યના કરેલા બે પ્રસિદ્ધ ભેદ : કથા અને આખ્યાયિકા–માંનો એક ભેદ. પૂર્વવર્તી દંડી જેવા આચાર્યોએ આ બે વચ્ચે સંજ્ઞાભેદ સિવાય બીજો કોઈ ભેદ જોયો નથી પરંતુ પછીથી આ બે ભેદ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. કથાનો વિષય કાલ્પનિક હોય છે, જ્યારે આખ્યાયિકા સત્ય આધારિત હોય છે. એનાં ઉદાહરણ અનુક્રમે ‘કાદંબરી’ અને ‘હર્ષચરિત’ છે. આમ, આખ્યાયિકાને જીવનલેખન(life writing)નો પ્રકાર કહી શકાય. એમાં મુખ્યત્વે નાયકમુખે એનું અને એના વંશનું વર્ણન કરાયેલું હોય છે.
ચં.ટો.