ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધારગ્રન્થો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આધારગ્રન્થો (Source Books) : સંશોધન અને વિવેચનની પ્રક્રિયામાં તથ્યમૂલક માવજત માટે આધારોનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. આ અંગે કેટલાક આધારગ્રન્થોની સહાય લેવી પડે છે. સાહિત્યક્ષેત્રે પ્રમાણભૂત આધારસામગ્રી ધરાવતી વ્યક્તિને કે પુસ્તકને પ્રાથમિક આધાર (Primary Source) કહે છે; ત્યારે પ્રાથમિક કે પ્રત્યક્ષ ન હોય તેમજ મૂળગત ન હોય એને દ્વૈતીયિક આધાર (Secondary Source) કહે છે, ઉમાશંકર જોશીસંપાદિત ‘સર્જકની આંતરકથા’માં સર્જકો વિશેનો પ્રાથમિક આધાર છે, જ્યારે આ જ સર્જકો વિશે અન્ય દ્વારા મળતાં રેખાચિત્રો તે દ્વૈતીયિક આધાર ગણાય. ચં.ટો.