ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આવાં ગાર્દ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આવાં ગાર્દ (Avant Garde) : કલા અને સાહિત્યના ઇતિહાસમાં ખૂબ વપરાતી આ મહત્ત્વની ફ્રેન્ચ સંજ્ઞા છે. આ સંજ્ઞા જે કશુંક નવું, કશુંક અગ્રવર્તી, કશુંક ક્રાંતિકારી છે, એને ચીંધે છે. એનું મૂળ સેનાસંબંધી ક્ષેત્રમાં પડેલું છે. રૂપકાત્મક રીતે સાહિત્યક્ષેત્રમાં શૈલી અને વિષયમાં નવા ઉન્મેષો દાખવતા નવા સાહિત્ય માટે એ વપરાય છે. એમાં પ્રગતિશીલ જૂથનું પ્રસ્થાપિત હિતો પરનું અરૂઢ રીતિઓ દ્વારા આક્રમણ સૂચવાય છે. ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભે પ્રગટેલી આ સંજ્ઞાએ ક્રમશ : કલાત્મક સંદર્ભમાં વિશેષ સ્થાન લીધું છે. પ.ના.