ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉગ્રતાવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉગ્રતાવાદ (Radicalism) અંતિમવાદી સિદ્ધાન્ત કે વિચારનું અનુસરણ કરવાનું વલણ. યથાસ્થિતિનું વિરોધી આ વલણ સમાજનાં મૂળભૂત પાસાંઓમાં આમૂલ પરિવર્તન લાવવા અને સમાજને અત્યંત ઝડપથી બદલવા ઇચ્છે છે એટલું જ નહીં, સમાજની આધારભૂત વર્ગસંરચનામાં ફેરફાર લાવવા ચાહે છે. રાજનીતિક્ષેત્રે સમાજવાદ અને સામ્યવાદે આ વિચારધારાનો ઉપયોગ કર્યો છે અને એમ કરવામાં હિંસાત્મક ઉપાયોને પણ આવકાર્યા છે. અંતિમવાદી દૃષ્ટિબિન્દુઓને પોતાના લેખનમાં વિનિયોગ કરતા સર્જકો અને તેમની કૃતિઓના સંદર્ભમાં પણ આ સંજ્ઞાનો ઉલ્લેખ થાય છે. તદનુસાર દાદાવાદ, અતિવાસ્તવવાદ વગેરે ઉગ્રતાવાદી વિચારધારાનાં ઉદાહરણ છે. હ.ત્રિ.