ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપાસના નાટ્ય
ઉપાસના નાટ્ય(Liturgical Drama) : હાલના સ્વરૂપમાં સ્થિર થતાં પહેલાં નાટકનું સ્વરૂપ અનેક પ્રાથમિક તબક્કાઓમાંથી પસાર થયું છે. ઉપાસના નાટ્ય નવમી સદીમાં ખ્રિસ્તી સમાજમાં પ્રચલિત નાટકનું આવું એક સ્વરૂપ હતું. સમૂહપ્રાર્થનાના સંવાદાત્મક સ્વરૂપ તરીકે અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર નીતિકાઓ(Morality Plays) તરીકે પાછળથી વિકસ્યો. લોકનાટ્યોનો વિપુલ પ્રભાવ ધરાવતો આ નાટ્યપ્રકાર સદ્ અને અસદ્ના દ્વંદ્વને મુખ્ય વિષય તરીકે નિરૂપતો હતો. સરળતાથી ગ્રાહ્ય બની શકે તેવી ઘટનાઓના આધારે આ પ્રકારનાં નાટકોમાં ઉપદેશાત્મક કથાનું નિરૂપણ થતું હતું.
પ.ના.