ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકચિત્તવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એકચિત્તવાદ(Unanimism) : ૧૯૨૦-’૩૦ની આસપાસના ફ્રેન્ચ કવિજૂથને લાગુ પડતી સંજ્ઞા. આ વાદ વોલ્ટ વ્હિટમનના વિશ્વબંધુતાના સિદ્ધાન્તોથી પ્રભાવિત હતો. મનુષ્યને વ્યક્તિ તરીકે અને સમાજના અંગ રૂપે તેમજ સમાજને અન્ય સમાજોના સંદર્ભમાં જોવાની એની દાર્શનિક પીઠિકા છે. આ વાદના પ્રમુખ લેખકોમાં ઝૂલ રોમાં અને જોરજિઝ ધ્યુમેલનો સમાવેશ થાય છે. ચં.ટો.