ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એક કલ્પનકેન્દ્રી કાવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક કલ્પનકેન્દ્રી કાવ્ય(Mono image poem) : પ્રતિજ્ઞાપૂર્વક કોઈ એક જ કલ્પનને કેન્દ્રમાં રાખીને કાવ્યો રચવાની પ્રવૃત્તિ થઈ છે. એક જ કલ્પનને વિવિધ સાહચર્યો અને સંદર્ભો વચ્ચે ગોઠવી ભિન્ન ભિન્ન અર્થવલયો અને સંવેદનો ઉપસાવવાના પ્રયોગોએ નવી શક્યતાઓને ક્યારેક તાગી છે, તો સાથે સાથે એકવિધતા, યાંત્રિકતા અને કૃતકતાનાં ભયસ્થાનો પણ જન્માવ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં મધુ કોઠારી, હસમુખ પટેલ, ‘શૂન્યમ્’ વગેરેએ આ દિશા ખોલવાનો પ્રયત્ન કર્યો છે. ચં.ટો.