ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કપોલકથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કપોલકથા (Yarn) : સૂતરને કાંતવામાં આવે તેમ અવિશ્વસનીય કથાને કાંતવામાં આવે અને ખાસ તો અશક્ય કે અસંભવને કાંતવામાં આવે તેનો અહીં નિર્દેશ છે. આવી કથામાં લેખકનું વલણ ‘માનવું હોય તો માનો’ જેવું હોય છે. ચં.ટો.