ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કબરકાવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કબરકાવ્ય (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવાલાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે. જેમકે મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય : ‘આપ સારસ્વત હો/તો પણ આપને/સારી કવિતાઓ લખી / હો તે છતાં/સૌ પ્રથમ કુમળી/વયે મરવું પડે.’ ચં.ટો.