ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિસ્વાતંત્ર્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિસ્વાતંત્ર્ય (Poetic Licence) : કલાકૃતિમાં ભાષા, વ્યાકરણ તથા વસ્તુના થતા વિનિયોગ સંદર્ભે સર્જકને પ્રદાન થતી સ્વતંત્રતા. કલાત્મક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતિની ભાષા, વ્યાકરણ, વસ્તુ વગેરે પાસાંઓનો સામાન્યત : અસ્વીકૃત પદ્ધતિએ વિનિયોગ કરવાનું આ વલણ અને તે માટે સર્જકને અપાતી છૂટછાટ સાહિત્યસર્જનનાં પરંપરાગત લક્ષણો છે. સ્થલદોષ, કાલ-દોષનો કવિ-સ્વાતંત્ર્યના આ સિદ્ધાન્ત મુજબ સ્વીકાર કરવામાં આવે છે. ચં.ટો.