ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યઉપસંહાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કાવ્યઉપસંહાર (Poetic Closure) : કાવ્યના ઉપસંહારને અભિલક્ષિત કરતા ગુણધર્મો અને કાવ્યના અંતની રીતિ સાથે સંકળાયેલો સિદ્ધાન્ત. કાવ્યનો ઉપસંહાર ભાવકચિત્ત પર કેવી અસર પાડે છે તે આ સિદ્ધાન્તનો મુખ્ય તપાસ-વિષય છે. ચં.ટો.