ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૃતિત્રયી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિત્રયી (Trilogy) : એથેન્સમાં ઈ. પૂર્વે ચોથી-પાંચમી સદીમાં પ્રતિવર્ષ ઊજવાતા મહોત્સવમાં રજૂ થતું ત્રણ કરુણાન્તિકાઓનું જૂથ આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. એક જ પુરાણકથાના ત્રણ તબક્કાઓને ત્રણ નાટકો રૂપે એસ્કિલસે ‘ઓરેસ્ટિઆ’ નામની નાટ્યત્રયીમાં નિરૂપ્યા છે. આજે આ પ્રકારે એક જ લેખક દ્વારા લખાયેલી ત્રણ નવલકથાઓના જૂથને ઓળખવા માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આમ નાટ્યત્રયી અને કથાત્રયી (નવલત્રયી) અનુક્રમે ત્રણ નાટકો અને ત્રણ નવલકથાઓના જૂથનો નિર્દેશ કરે છે. જેમકે રઘુવીર ચૌધરીકૃત નવલત્રયી : ‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’. પ.ના.