ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગર્ભવાર્તા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગર્ભવાર્તા (Frame Story, Inset story) : મુખ્ય વાર્તાના એક અંશ રૂપે આવતી વાર્તા. આ પ્રકારની વાર્તા મુખ્ય વાર્તાને અનુરૂપ કથાવસ્તુને આધારે લખાઈ હોય છે અને મુખ્ય વાર્તાના વસ્તુના વિકાસ માટે અનિવાર્ય હોય છે. કેટલીકવાર મુખ્ય વાર્તાનું માળખું આ પ્રકારની અનેક વાર્તાઓને સમાવી શકે તેવું મુક્ત હોય ત્યાં એકથી વધુ પેટાવાર્તાઓ જોવા મળે છે. ચોસરકૃત ‘કૅન્ટરબરી ટેલ્સ’ આ પ્રકારની કૃતિ છે. જેમકે ‘મુકુન્દરાય’માં આવતી વણઝારી વાવ અને વિમળશાની ગર્ભવાર્તા. પ.ના.