છદ્મલેખક(Ghost-Writer) : પુસ્તકમાં લેખક તરીકે જેનું નામ પ્રકાશિત ન થયું હોય પરંતુ વાસ્તવમાં જે પુસ્તકનો કર્તા હોય તેવો લેખક. અન્ય વ્યક્તિના નામે લેખન કરવા પાછળ સારા-નરસા અનેક હેતુઓ કામ કરતા હોય છે. આ બાબત સાહિત્યિક સંશોધનમાં અડચણ ઊભી કરનારી બને છે.
પ.ના.