ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાણ તનાવ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તાણ/તનાવ (Tension) : સાહિત્યકૃતિમાં પરસ્પરવિરોધી તત્ત્વોના સંઘર્ષોને લીધે તાણ જન્મે છે અને તે દ્વારા વસ્તુસંકલનાની એકરૂપતા સિદ્ધ થાય છે. કાવ્યના સમગ્ર બંધારણના સંદર્ભમાં એલન ટેટ દ્વારા આ સંજ્ઞા વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવી છે. તેમના મત અનુસાર કવિતાના શબ્દાર્થ તથા લાક્ષણિક અર્થના સહઅસ્તિત્વને લીધે તાણ સર્જાય છે. ચં.ટો.