The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નામાન્તરન્યાસ (Antonomasia) : વિશેષનામને સામાન્યનામ તરીકે ઉપયોગમાં લેવામાં આવે એ નામાન્તરન્યાસ છે, જેમકે કોઈના જુલમી વ્યક્તિત્વને લક્ષમાં રાખી એને ‘હિટલર’ કહીએ કે ‘વિદ્યાપતિ અભિનવ જયદેવ છે’ એવું વિધાન કરીએ ત્યારે આ પ્રવિધિનો ઉપયોગ કરીએ છીએ.
ચં.ટો.