ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિક્ષિપ્તશબ્દ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિક્ષિપ્તશબ્દ (Parenthesis) : વાક્યમાં વિશેષ સમજૂતી અથવા પુષ્ટિ માટે વચ્ચે મૂકેલાં શબ્દ કે વાક્ય. આવું વ્યાકરણની દૃષ્ટિએ આવશ્યક હોતું નથી અને તે સામાન્ય રીતે કૌંસમાં કે બે રેખાઓ વચ્ચે મુકાય છે. ચં.ટો.