ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિસુખાન્તિકા
નીતિસુખાન્તિકા (Comedy of Morals) : સામાજિક દૂષણોને દૂર કરવાના આશયથી દંભ, લોભ, ગેરરીતિઓ જેવાં વ્યાપક અપલક્ષણોની ટીકા કરતું નાટ્યલેખન. મોલિઅર આ પ્રકારનાં નાટકોનો પ્રણેતા ગણાય છે. બેનજોન્સન અને બર્નાર્ડ શોએ પણ આ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સુખાન્તિકાના આ પ્રકારની ઓળખ તેના સ્વરૂપને નહીં પણ તેના વસ્તુને ધ્યાનમાં લઈને થાય છે. પ.ના.