ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પર્યાયોક્તિ
પર્યાયોક્તિ : ઇષ્ટાર્થનું પ્રકારાન્તરથી કથન કરવામાં આવે, ભંગ્યંતરથી કથન કરવામાં આવે ત્યારે પર્યાયોક્તિ અલંકાર બને છે. સામાન્ય રીતે વાચ્યાર્થનું પ્રતિપાદન અભિધાવ્યાપાર થાય છે. પણ પર્યાયોક્તિમાં એ વ્યંજના દ્વારા થાય છે. જેમકે “હયગ્રીવને જોઈને મદ અને અભિમાને અનુક્રમે ઐરાવત અને ઇન્દ્રમાં લાંબા સમયથી દૃઢ થયેલી પોતાની નિવાસપ્રીતિને છોડી દીધી.” અહીં ઐરાવતે મદ અને ઇન્દ્રે માનનો ત્યાગ કર્યો એવો અર્થ કવિ આડકતરી રીતે સૂચવે છે.
જ.દ.