ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિકવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



પ્રતિકવિતા (Anti-Poem) : આ કવિતા સર્વસાધારણ કવિતાની તરેહને અનુસરતી નથી. પરિચિત પદાવલી, તર્કસંગત ભાવવિકાસ અને સંવાદી ઘટકસંયોજનને અતિક્રમી જાય છે. આ પ્રકારની કવિતા કાવ્યરીતિઓ અને સ્વરૂપોનો ભંગ કરતી હોય છે. ચં.ટો.