ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિકૃતિ
પ્રતિકૃતિ(Parody) : કોઈ સાહિત્યકૃતિ, પાત્ર, પ્રસંગ કે વ્યક્તિના અનુકરણ રૂપે લેખાયેલી કટાક્ષપૂર્ણ કૃતિ. કોઈપણ સાહિત્યની પ્રતિકૃતિનો લેખક, મૂળ લેખકની ભાષા, વિચારો કે શૈલીનું થોડાક ફેરફારો સાથે અનુકરણ કરી તેને મૂળકૃતિથી વિપરીત વિષયવસ્તુ સાથે જોડી આપી અતિશયોક્તિપૂર્ણ રજૂઆત દ્વારા કટાક્ષ નિષ્પન્ન કરે છે. માત્ર હાસ્ય નિપજાવવાના હેતુથી લખાયેલી પ્રતિકૃતિ હાસ્ય પ્રતિકૃતિ (Comic Parody) તરીકે અને ગંભીર હેતુઓથી લખાયેલી ગંભીર પ્રતિકૃતિ (Critical Parody) તરીકે ઓળખાય છે. જેમકે ખબરદારનું પ્રતિકાવ્ય ‘કુક્કુટ દીક્ષા’. પ.ના.