ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિધ્વનિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રતિધ્વનિ (Echo) : આંતરે આંતરે પુનરાવૃત્ત થતો એકનો એક ધ્વનિ કે થતાં ધ્વનિસંયોજનો તે પ્રતિધ્વનિ. આ રીતે અનુપ્રાસ, સ્વરવ્યંજનસંકલના કે અંત્યપ્રાસ વગેરેનો પ્રતિધ્વનિમાં સમાવેશ કરી શકાય. પંક્તિ અંતર્ગત કે પંક્તિઅંતે આવતાં આ પ્રકારનાં પુનરાવર્તનો લયમાધુર્યનાં અને અર્થસંગત પદસંરચનાનાં વિશેષ ઉપાદાનો છે. ચં.ટો.