ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રહર્ષણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રહર્ષણ : પહેલીવાર જયદેવે નિર્દેશેલો સંસ્કૃત અલંકાર. યત્ન કર્યા વિના વાંચ્છિત કરતાં વધુ સિદ્ધિ કે પ્રાપ્તિ થાય એવા નિબંધનને પ્રહર્ષણ કહે છે. જેમકે ઉમાશંકર જોશીની પંક્તિઓ : ‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી, પૂર્ણ પણ ના / છતાં કલ્પ્યાથી યે મધુરતર હૈયાની રચના. ચં.ટો.