ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાવિધિક વિવેચન
પ્રાવિધિક વિવેચન (Technical criticism) : ચોક્કસ કૃતિનું એક એક અંગ એના વૈયક્તિક સ્વરૂપને નિર્ણીત કરવામાં કઈ રીતે ભાગ ભજવે છે એ આ વિવેચનનો મુખ્ય આશય છે. આ સદીમાં વિવેચનનો વિકાસ જોતાં સૌથી વધુ પ્રચલિત થયેલું કૃતિનું શ્રમસાધ્ય પ્રાવિધિક વિશ્લેષણ છે.
હ.ત્રિ.