ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બીજગણિતીકરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



બીજગણિતીકરણ (Algebrization) : અપરિચિતીકરણ સંજ્ઞાની વિરુદ્ધની આ રશિયન સંજ્ઞા છે. જેમ અપરિચિતીકરણમાં રોજિંદી વસ્તુને અપરિચિત કરીને એના સંવેદન માટે અગ્રપ્રસ્તુતિ કરવામાં આવે છે તે રીતે સંવેદનના પ્રયત્નમાં કરકસર લાવવા માટે સંવેદનનું અતિશય પરિચિતીકરણ કરેલું હોય છે. ચં.ટો.